Saturday 3 September 2011

SUCCESSED


સફળતા

સફળતા કયારેય કોઇ નાના કે મોટા કામ સાથે જેાડાયેલી હેાતી નથી. સફળતા તેા નાનું કે  સાઘારણ કામપણ અસાઘારણ રીતે કરવામાં સમાયેલી છે.
            નવી નવી ફાઉન્‍ટપેન ચલણમાં આવી ત્‍યાંરે જયેાજઁ પારકર નામના યુવાનને એક દુકાનમાં કારકુન તરીકે નેાકરી મળી. પેનની હજુ શરુઆત હતી. એટલે વારંવાર બગડી જતી હતી. અને લેાકો ફરિયાદ કરતા હતા. પેન બરાબર ન ચાલે તેા ‍રિપેર  કરી આપવાની કે બદલી આપવાની કોઇ ગેરેન્‍ટી આપવામાં આવતી ન હતી.
           જયેાજઁ તેા સામાન્‍ય કારકુન છતા પણ ગાહકને સંતોષ થાય એ રીતે રિપેર કરી આપવાનેા પયાસ કરતેા. દુકાનમાંજ નહી , પણ ઘરે લઇ જઇને પેાતાના અંગત સમયે, કે રજાના દિવસેામાં બરાબર ન ચાલતી પેન રિપેર કરતેા.
           એમના આ વઘારાના પયાસનું જતે દિવસે પરિણામ એ આવ્‍યું કે પેન બનાવતી કંપની કરતાંય ફાઉન્‍ટપેન બાબતે એ વિશેષ્‍ જાણકારી ઘરાવતેા થઇ ગયેા.
એને વિચાર આવ્‍યેા કે એ પેાતે જ હવે સારી, ટકાઉ અને સુદર પેન બનાવે તેા ??
           બસ પછીતેા નેાકરી સિવાયનાં મળતા સમયમાં સારામાં સારી પેન કેવી રીતે બનાવી શકાય એ માટેનાં પયેાગેા તેમને શરુ કયાઁ. છેવટે એણે ઉતમ  પકારની પેન તૈયાર કરી. એના માટે પેટન્‍ટ લીઘી, અને પેનનું ઉત્‍પાદન એણે પેાતાની ફેકટરીમાંજ શરું કયુઁ.
આમ પેનની દુંકાનમાં સામાન્‍ય કારકુની કરતાં કરતાં પેન રિપેરિંગ જેવા સાઘારણ કામને રસપૂવઁક અંજામ આપનાર જયેાજઁ એસ પારકર જગતની પખ્‍યાત પારકર પેન કંપનીનેા સ્‍થાપક બન્‍યેા. 
ટુંકમાં જે માણસ પેાતાનાં કામ તરફ અણગમેા દાખવે છે. એ કામનાં બેાજ હેઠળ દબાઇને હાસિયામાં ધકેલાઇ જાય છે. જયારે કામને ચાહનાર માણસ સિઘ્‍ઘીનાં શિખરે પહેાંચે છે. બીજા શબ્‍દેામાં, સફળતા એને મળે છે. જે બીજા કરતા એક ડગલું આગળ વધે છે........ -------------------જસ્‍ટ એક મિનિટ માંથી સાભાર.